તમારા Smart TVના આ 6 સિક્રેટ સેટિંગ્સ બદલી નાખો: આ 5 મિનિટનું કામ બચાવશે હજારો રૂપિયા, TVની લાઇફ પણ થઈ જશે બમણી

Smart TV Life Hacks: આજના ડિજિટલ યુગમાં સ્માર્ટ ટીવી આપણા મનોરંજનનું મુખ્ય સાધન બની ગયું છે. પરંતુ ઘણા લોકોની ફરિયાદ હોય છે કે મોંઘા ટીવી લીધાના થોડા જ વર્ષોમાં તેની ડિસ્પ્લે ઝાંખી પડી જાય છે અથવા હાર્ડવેરમાં સમસ્યા સર્જાય છે. મોટાભાગના લોકો માને છે કે આજના ટીવી જૂના ડબ્બા ટીવી જેટલા મજબૂત નથી હોતા, પરંતુ હકીકત એ છે કે ટીવીની લાઈફ વધારવી કે ઘટાડવી એ સંપૂર્ણપણે આપણા વપરાશ અને તેની સેટિંગ્સ પર નિર્ભર છે. ટીવીને માત્ર દિવાલ પર લગાવી દેવું પૂરતું નથી, તેના આઉટ ઓફ ધ બોક્સ સેટિંગ્સમાં ફેરફાર કરવો પણ એટલો જ જરૂરી છે.જો તમે પણ ઈચ્છો છો કે, તમારું સ્માર્ટ ટીવી વર્ષો સુધી નવું જેવું જ રહે અને તેની પિક્ચર ક્વોલિટી જળવાઈ રહે, તો તમારે માત્ર 5 મિનિટનો સમય ફાળવવાની જરૂર છે. ટીવીમાં કેટલાક એવા 'હિડન' અથવા સિક્રેટ સેટિંગ્સ હોય છે જે 99% લોકો જાણતા નથી. આ સેટિંગ્સમાં થોડો ફેરફાર કરવાથી ટીવીના ઇલેક્ટ્રોનિક કમ્પોનેન્ટ્સ પરનું ભારણ ઘટે છે, જેનાથી વીજળીની બચત તો થાય જ છે સાથે સાથે તમારા ટીવીની આવરદા પણ બમણી થઈ શકે છે. ચાલો જાણીએ એવા 6 મહત્વના સેટિંગ્સ વિશે જે તમારા ટીવી માટે વરદાન સાબિત થશે.બ્રાઇટનેસ અને બેકલાઇટ: 50-60% પર સેટ કરોટીવીની ડિસ્પ્લે સૌથી વધુ પાવર વાપરે છે અને તે સૌથી ઝડપથી ખરાબ થતો ભાગ છે. મોટાભાગના ટીવી બાય-ડિફોલ્ટ 'Vivid' કે 'Dynamic' મોડ પર હોય છે જેમાં બ્રાઇટનેસ અને બેકલાઇટ 100% હોય છે. આનાથી ટીવીની એલઈડી (LED) પર દબાણ આવે છે. હંમેશા આ સેટિંગ્સને રૂમના અજવાશ મુજબ 50 થી 60 ટકાની વચ્ચે રાખો. આનાથી તમારી આંખોને પણ આરામ મળશે અને ડિસ્પ્લેની લાઈફ પણ વધશે.એમ્બિએન્ટ સેન્સર: સ્માર્ટ રીતે કરો વીજળીની બચતઆધુનિક સ્માર્ટ ટીવીમાં હવે સ્માર્ટફોનની જેમ 'એમ્બિએન્ટ લાઇટ સેન્સર' મળે છે. આ ફિચર રૂમમાં રહેલા પ્રકાશને ઓળખીને ટીવીની બ્રાઇટનેસ આપમેળે એડજસ્ટ કરે છે. જો તમારા રૂમમાં અંધારું હશે તો તે બ્રાઇટનેસ ઘટાડી દેશે, જેથી ટીવીના હાર્ડવેરને આરામ મળશે. આ સેટિંગ હંમેશા 'On' રાખવું જોઈએ કારણ કે તે ટીવીના પાવર મેનેજમેન્ટને સુધારે છે.ઓટો પાવર ઓફ અને સ્લીપ ટાઇમરનો કરો ઉપયોગઘણીવાર આપણે ટીવી ચાલુ રાખીને ઊંઘી જઈએ છીએ અથવા અન્ય કામમાં વ્યસ્ત થઈ જઈએ છીએ. આવી સ્થિતિમાં ટીવી નકામું ચાલતું રહે છે. ટીવી સેટિંગ્સમાં જઈને 'Auto Power Off' અથવા 'Sleep Timer' સેટ કરી દો. જો અમુક સમય સુધી ટીવી પર કોઈ એક્ટિવિટી નહીં થાય, તો તે આપમેળે બંધ થઈ જશે. આનાથી પિક્સેલ્સ બળી જવાની (Burn-in) સમસ્યા અટકે છે.સ્ટાન્ડર્ડ મોડ છોડીને Movie કે Eco મોડ પસંદ કરોટીવીના 'Standard' મોડ્સ શોરૂમમાં ગ્રાહકોને આકર્ષવા માટે વધુ પડતા બ્રાઇટ રાખવામાં આવે છે. ઘરે ટીવી જોતી વખતે હંમેશા 'Movie', 'Cinema' અથવા 'Eco' મોડ પસંદ કરો. આ મોડ્સમાં કલર્સ વધુ નેચરલ દેખાય છે અને ટીવીની પેનલ પર ઓછો બોજ પડે છે. ઇકો મોડ ખાસ કરીને એનર્જી બચાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યો હોય છે, જે ટીવીની લાઇફ લાંબી કરવામાં મદદરૂપ છે.સોફ્ટવેર અપડેટ: નવા ફીચર્સ અને બગ ફિક્સજેમ આપણે મોબાઈલ અપડેટ કરીએ છીએ, તેમ સ્માર્ટ ટીવીના સોફ્ટવેરને પણ સમયસર અપડેટ કરવું અત્યંત અનિવાર્ય છે. કંપનીઓ નવા અપડેટ્સ દ્વારા પાવર મેનેજમેન્ટ અને પ્રોસેસિંગની ક્ષમતા સુધારતી હોય છે. અપડેટેડ ટીવીમાં સોફ્ટવેર ક્રેશ થવાની સમસ્યા ઓછી રહે છે અને તે લાંબો સમય સુધી સ્મૂધ ચાલે છે.રીમોટ નહીં, ડાયરેક્ટ પ્લગથી પાવર ઓફ કરોમોટાભાગના લોકો ટીવીને માત્ર રીમોટથી બંધ કરે છે, જેને 'સ્ટેન્ડબાય મોડ' કહેવાય છે. આ સ્થિતિમાં ટીવીના આંતરિક કમ્પોનેન્ટ્સમાં પાવર ચાલુ જ હોય છે. જો તમે લાંબા સમય માટે અથવા રાત્રે ટીવી બંધ કરતા હોવ, તો હંમેશા મુખ્ય સ્વિચથી પ્લગ કાઢીને જ ઓફ કરો. આનાથી અચાનક વોલ્ટેજ વધ-ઘટ (Voltage Fluctuation) થવાને લીધે ટીવી બળી જવાનું જોખમ શૂન્ય થઈ જાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Economist Admin Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.