દારૂ પીધા પછી કેમ નથી જતી મોઢામાંથી દુર્ગંધ?: જાણો શું છે તેની પાછળનું અસલી વૈજ્ઞાનિક કારણ
થોડી માત્રામાં આલ્કોહોલનું સેવન કર્યા પછી પણ શ્વાસમાં એક વિચિત્ર અને તીવ્ર ગંધ આવવા લાગે છે જે ક્યારેક બીજા દિવસની સવાર સુધી જળવાઈ રહે છે. સામાન્ય રીતે લોકો એવું માને છે કે આ દારૂની પોતાની સુગંધ છે પરંતુ વિજ્ઞાન અનુસાર તેની પાછળનું કારણ શરીરની અંદર થતી રાસાયણિક પ્રક્રિયાઓ છે. આલ્કોહોલ સીધો લોહીમાં ભળીને આખા શરીરમાં ફેલાય છે જેના કારણે તેને છુપાવવો મુશ્કેલ બને છે.શરીરમાં ઝેરી તત્વ Acetaldehydeનું નિર્માણજ્યારે શરીરમાં આલ્કોહોલ પ્રવેશે છે ત્યારે Liver તેને તોડવાનું કામ શરૂ કરે છે. આ પ્રક્રિયા દરમિયાન આલ્કોહોલનું રૂપાંતર Acetaldehyde નામના ઝેરી સંયોજનમાં થાય છે. આ તત્વ અત્યંત તીવ્ર ગંધ ધરાવે છે. જ્યારે લિવર આ તત્વને સંપૂર્ણપણે પ્રોસેસ કરી શકતું નથી ત્યારે તે લોહી દ્વારા ફેફસાં સુધી પહોંચે છે અને ઉચ્છવાસ તેમજ પરસેવા દ્વારા શરીરની બહાર નીકળે છે જે દુર્ગંધનું મુખ્ય કારણ બને છે.ડિહાઈડ્રેશન અને બેક્ટેરિયાનો પ્રભાવઆલ્કોહોલ શરીરમાં Diuretic તરીકે કાર્ય કરે છે જેના કારણે વારંવાર પેશાબ જવો પડે છે અને શરીરમાં પાણીનું સ્તર ઘટી જાય છે. શરીરમાં પાણી ઓછું થવાથી લાળ (Saliva) બનવાની પ્રક્રિયા ધીમી પડી જાય છે. લાળ કુદરતી રીતે મોંમાં રહેલા દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયાને સાફ કરવાનું કામ કરે છે. મોં સુકાઈ જવાથી Anaerobic Bacteria ઝડપથી વધવા લાગે છે. આ બેક્ટેરિયા પ્રોટીન અને ખાદ્ય કણોને તોડીને સલ્ફરના સંયોજનો મુક્ત કરે છે જે સડેલી વસ્તુ જેવી તીવ્ર ગંધ પેદા કરે છે.ફેફસાં દ્વારા બહાર નીકળતી વરાળઘણા લોકો માને છે કે Mouthwash કે Chewing Gum થી આ ગંધ દૂર થઈ શકે છે પરંતુ તે માત્ર હંગામી ઉકેલ છે. આલ્કોહોલ લોહીમાં ભળીને ફેફસાંની પેશીઓ સુધી પહોંચે છે. દરેક શ્વાસની સાથે આલ્કોહોલની વરાળ બહાર નીકળે છે. જ્યાં સુધી શરીર આલ્કોહોલને સંપૂર્ણપણે મેટાબોલાઈઝ ન કરી દે ત્યાં સુધી આ ગંધ શ્વાસમાં જળવાઈ રહે છે.દારૂના પ્રકાર અને અન્ય આદતોની અસરDark Liquor અને ફ્લેવર્ડ દારૂમાં Congener, Sugar અને Aromatic Compound હોય છે જે આથો લાવવાની પ્રક્રિયા દરમિયાન બને છે. આ તત્વો ગંધને વધુ ગંભીર બનાવે છે. આ ઉપરાંત આલ્કોહોલના સેવન પછી મોડી રાત્રે ખોરાક લેવો કે ધૂમ્રપાન કરવું જેવી આદતો મોંમાં બેક્ટેરિયાની સંખ્યામાં વધારો કરે છે જેના કારણે બીજા દિવસે સવારે 'Morning Breath' ની સમસ્યા વધુ જટિલ બને છે.
What's Your Reaction?



