દિલ્હી-મુંબઈ પાછળ છૂટ્યા: ભારતનું આ શહેર મહિલાઓની સુરક્ષામાં આવ્યું પ્રથમ

ભારતમાં મહિલાઓ માટે રહેણીકરણી, સુરક્ષા અને કરિયરની તકોની દ્રષ્ટિએ કયા શહેરો શ્રેષ્ઠ છે તે અંગેનો એક નવો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. વર્કપ્લેસ કલ્ચર કન્સલ્ટિંગ ફર્મ અવતાર ગ્રુપના 'ટોપ સિટીઝ ફોર વિમેન ઇન ઇન્ડિયા' (TCWI) ના 4th એડિશન મુજબ સુરક્ષા અને સ્વતંત્રતાના મામલે દક્ષિણ ભારતના શહેરોએ મેદાન માર્યું છે. આશ્ચર્યની વાત એ છે કે દિલ્હી અને મુંબઈ જેવા મેટ્રો શહેરો ટોપ પોઝિશન મેળવવામાં નિષ્ફળ રહ્યા છે.બેંગલુરુ બન્યું મહિલાઓનું મનપસંદ શહેરરિપોર્ટ અનુસાર કર્ણાટકનું બેંગલુરુ શહેર મહિલાઓ માટે દેશનું સૌથી સુરક્ષિત અને અનુકૂળ શહેર સાબિત થયું છે. બેંગલુરુએ 53.29 ના 'સિટી ઇન્ક્લૂઝન સ્કોર' સાથે પ્રથમ ક્રમ મેળવ્યો છે. અહીં મહિલાઓને માત્ર સુરક્ષિત જ નથી લાગતું પરંતુ કરિયરમાં પ્રગતિ અને પ્રોફેશનલ લાઈફ સાથે પર્સનલ લાઈફનું સંતુલન જાળવવાની ઉત્તમ તકો પણ મળી રહી છે.ચેન્નઈ બીજા સ્થાને અને મુંબઈ પાંચમા ક્રમેતામિલનાડુનું ચેન્નઈ શહેર આ યાદીમાં બીજા સ્થાને રહ્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટ, હેલ્થકેર અને એજ્યુકેશન જેવા સામાજિક પરિમાણો પર ચેન્નઈનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. આ યાદીમાં પુણે ત્રીજા અને હૈદરાબાદ ચોથા ક્રમે છે. મહારાષ્ટ્રની આર્થિક રાજધાની મુંબઈ ટોપ 5 શહેરોમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યું છે પરંતુ મોંઘી જીવનશૈલી અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના પડકારોને કારણે તેને પાંચમો ક્રમ મળ્યો છે.NCRમાંથી માત્ર ગુરુગ્રામનો સમાવેશદિલ્હી અને નોઈડા જેવા શહેરોમાં નોકરીઓની ભરમાર હોવા છતાં સુરક્ષા અને ટ્રાન્સપોર્ટેશનની બાબતમાં તે પાછળ રહી ગયા છે. NCR વિસ્તારમાંથી માત્ર ગુરુગ્રામ ટોપ 10 શહેરોમાં સ્થાન મેળવી શક્યું છે જે છઠ્ઠા ક્રમે છે. ગયા વર્ષની સરખામણીએ ગુરુગ્રામે રેન્કિંગમાં 3 સ્થાનનો સુધારો કર્યો છે.અમદાવાદ અને કોલકાતા પણ યાદીમાંપશ્ચિમ બંગાળનું કોલકાતા શહેર મહિલા સુરક્ષાના મામલે સાતમા ક્રમે રહ્યું છે. ગુજરાતના અમદાવાદને આ યાદીમાં આઠમું સ્થાન પ્રાપ્ત થયું છે. અમદાવાદમાં મહિલાઓ માટે સ્કિલ ડેવલપમેન્ટ અને ઇન્ડસ્ટ્રિયલ સપોર્ટની સ્થિતિ મજબૂત હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ ઉપરાંત કોયમ્બતૂર દસમા સ્થાને રહ્યું છે જ્યાં રાત્રિના સમયે મહિલાઓની મુસાફરી વધુ સુરક્ષિત બનાવવા માટે અસરકારક પગલાં લેવામાં આવ્યા છે.કઈ રીતે નક્કી થાય છે આ રેન્કિંગ?આ અહેવાલમાં દેશના 125 શહેરોનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ રેન્કિંગ 'સિટી ઇન્ક્લૂઝન સ્કોર' ના આધારે નક્કી થાય છે. આ સ્કોર મુખ્ય બે ભાગમાં વહેંચાયેલો હોય છે:સોશિયલ ઇન્ક્લૂઝન સ્કોર: જેમાં સુરક્ષા, આરોગ્ય સુવિધાઓ અને મહિલા સશક્તિકરણને જોવામાં આવે છે.ઇન્ડસ્ટ્રિયલ ઇન્ક્લૂઝન સ્કોર: જેમાં મહિલાઓ માટે નોકરીની તકો, કંપનીઓનું વાતાવરણ અને કરિયર સપોર્ટ જેવા પાસાઓ ચકાસવામાં આવે છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Economist Admin Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.