65 વર્ષે પણ 40 જેવા દેખાય છે નાગાર્જુન: સાઉથ સુપરસ્ટારે પોતે જ ખોલ્યું પોતાની ફિટનેસનું રહસ્ય

નેશનલ એવોર્ડ વિજેતા અભિનેતા નાગાર્જુન માત્ર પોતાની દમદાર એક્ટિંગ માટે જ નહીં, પરંતુ પોતાની શાનદાર ફિટનેસ અને હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે પણ જાણીતા છે. 'માસ' ફેમ આ અભિનેતા 65 વર્ષની ઉંમરે પણ એટલા ફિટ છે કે તેમને જોઈને કોઈ કહી ન શકે કે તેઓ 60 વટાવી ચૂક્યા છે. ચાહકો હંમેશા એ જાણવા ઉત્સુક હોય છે કે આ ઉંમરે પણ તેઓ 40 વર્ષના યુવાન જેવા કેવી રીતે દેખાય છે. આખરે અભિનેતાએ પોતે જ પોતાની સદાબહાર યુવાની પાછળનું રહસ્ય જાહેર કર્યું છે.નાગાર્જુનની ફિટનેસ પાછળનું ગણિત: નથી કરતા કોઈ ક્રેશ ડાયટએક રિપોર્ટ અનુસાર, જ્યારે નાગાર્જુનને પૂછવામાં આવ્યું કે તેઓ આટલા વર્ષો પછી પણ આટલા યંગ કેવી રીતે દેખાય છે, ત્યારે તેમણે ખૂબ જ સરળતાથી જવાબ આપ્યો હતો. તેમણે જણાવ્યું કે, "મને ખરેખર ખબર નથી, પણ હું યોગ્ય આહાર લઉં છું. હું મારી જાતને ક્યારેય ભૂખ્યો રાખતો નથી કે કોઈ પણ પ્રકારના ક્રેશ ડાયટ ફોલો કરતો નથી."45 વર્ષથી નથી ચૂક્યા મોર્નિંગ એક્સરસાઇઝપોતાના ફિટનેસ મંત્ર વિશે વધુ વાત કરતા અભિનેતાએ જણાવ્યું કે, છેલ્લા 45 વર્ષથી તેમણે પોતાની મોર્નિંગ એક્સરસાઇઝ ક્યારેય છોડી નથી. તેમણે કહ્યું કે, "જ્યારે જીમની સગવડ નહોતી તે સમયથી હું નિયમિત કસરત કરું છું. સિવાય કે હું ખૂબ જ બીમાર હોઉં, બાકી કસરતમાં ક્યારેય બ્રેક લેતો નથી." તેમણે વધુમાં ઉમેર્યું કે સૌથી મહત્વની બાબત છે 'પોઝિટિવ થિંકિંગ'. ગમે તેવી સ્થિતિ હોય, તેઓ ક્યારેય પોતાની જાતને નિરાશ થવા દેતા નથી.નાગાર્જુન માટે વર્ષ 2025 અંગત અને વ્યવસાયિક બંને રીતે સંતોષકારક રહ્યું છે. તેમણે ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે તેમના નાના દીકરા અખિલના લગ્ન થઈ ચૂક્યા છે અને મોટો દીકરો ચૈતન્ય પણ પોતાની મેરિડ લાઈફમાં ખૂબ જ ખુશ છે.રજનીકાંત પણ છે નાગાર્જુનની ફિટનેસના ચાહકસુપરસ્ટાર રજનીકાંત પણ નાગાર્જુનની આ ઉંમરને માત આપવાની ક્ષમતાથી પ્રભાવિત છે. ફિલ્મ 'કુલી' ના એક કાર્યક્રમ દરમિયાન રજનીકાંતે મજાકિયા અંદાજમાં નાગાર્જુનની ખેંચતાઈ કરતા કહ્યું હતું કે, "મેં તેમની સાથે 34 વર્ષ પહેલા કામ કર્યું હતું અને તેઓ અત્યારે તે સમય કરતા પણ વધુ જવાન દેખાય છે. મારા તો બધા વાળ ખરી ગયા છે, પરંતુ તેમણે પોતાની સ્કિન અને બોડીને અદભૂત રીતે મેન્ટેન કરી છે." જ્યારે રજનીકાંતે તેમને આ વિશે પૂછ્યું ત્યારે નાગાર્જુને માત્ર નિયમિત કસરત અને યોગ્ય ખાન-પાનને જ શ્રેય આપ્યો હતો.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Economist Admin Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.