Bananas: માર્કેટમાંથી લાવ્યા પછી 1-2 દિવસમાં જ કાળા થઈ જાય છે કેળા? આ 5 રીતે સ્ટોર કરો, અઠવાડિયા સુધી રહેશે ફ્રેશ
Health Benefits of Bananas: કેળું એ એવું ફળ છે જે ઘરમાં હંમેશા રહેવું જોઈએ. કારણ કે, તે પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબરથી ભરપૂર, તાત્કાલિક એનર્જી આપે છે અને બાળકોથી લઈને વૃદ્ધો સુધી બધાને પસંદ આવે છે. પરંતુ સૌથી મોટી તકલીફ એ છે કે બજારમાંથી લાવ્યા પછી 2-3 દિવસમાં જ કેળા કાળા પડી જાય છે અને સડવા લાગે છે. આનું મુખ્ય કારણ કેળાની દાંડીમાંથી નીકળતી ઇથિલિન ગેસ છે, જે પાકવાની પ્રક્રિયાને ઝડપી બનાવે છે. સારા સમાચાર એ છે કે કેટલીક સરળ અને ઘરેલું ટિપ્સથી તમે કેળાને અઠવાડિયા સુધી તાજા અને ફ્રેશ રાખી શકો છો. ચાલો જાણીએ આ 5 અસરકારક રીતો.1. દાંડીને પ્લાસ્ટિક કે ફોઇલથી લપેટોકેળાના ગુચ્છાની ઉપરની દાંડીને પ્લાસ્ટિક રેપ કે એલ્યુમિનિયમ ફોઇલથી ચુસ્તપણે લપેટી દો. આનાથી ઇથિલિન ગેસ બહાર નીકળતી અટકે છે અને પાકવાની પ્રક્રિયા ધીમી પડે છે. દરેક કેળું ખાધા પછી બાકીનાને ફરી લપેટો. આ ટિપથી કેળા 4-5 દિવસ વધુ તાજા રહે છે.2. કેળાને લટકાવીને રાખોટેબલ કે કાઉન્ટર પર કેળા મૂકવાને બદલે હૂક કે બનાના સ્ટેન્ડ પર લટકાવો. આનાથી કેળા એકબીજા સામે દબાતા નથી અને હવાનું પરિભ્રમણ સારું રહે છે. દુકાનોમાં પણ આ જ રીતે કેળા રાખવામાં આવે છે. આ પદ્ધતિ કાળા ડાઘ અને સડવાથી બચાવે છે અને કેળા અઠવાડિયા સુધી તાજા રહે છે.3. અન્ય ફળોથી અલગ રાખોસફરજન, કેરી, ટામેટા જેવા ફળો પણ ઇથિલિન ગેસ છોડે છે, જે કેળાને ઝડપથી પકાવે છે. તેથી કેળાને અલગ જગ્યાએ રાખો અને ફળોની ટોપલીમાં ન મૂકો. આનાથી પાકવાની પ્રક્રિયા ધીમી થાય છે અને કેળા લાંબા સમય સુધી તાજા રહે છે.4. પાકેલા કેળાને ફ્રીઝરમાં સ્ટોર કરોજો કેળા વધુ પાકી ગયા હોય તો તેને છોલીને ટુકડા કરી ફ્રીઝરમાં મૂકો. આ રીતે તે મહિનાઓ સુધી સારા રહે છે. સ્મૂધી, આઈસ્ક્રીમ, કેક કે શેકમાં તેનો ઉપયોગ કરી શકો છો. આનાથી બગાડ થતો અટકે છે અને કેળું વેસ્ટ નથી થતું.5. ઠંડી અને અંધારી જગ્યાએ રાખોકેળાને સીધા સૂર્યપ્રકાશ કે ગરમ જગ્યાએ ન રાખો. રૂમ ટેમ્પરેચર પર ઠંડી અને અંધારી જગ્યાએ રાખવાથી પણ તે લાંબા સમય સુધી તાજા રહે છે. આ સરળ ટિપ્સ અપનાવીને તમે કેળાને લાંબા સમય સુધી તાજા રાખી શકો છો અને તેનો પૂરો ફાયદો ઉઠાવી શકો છો!

Economist Admin
Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.