Hair Care Tips: અઠવાડિયામાં કેટલા દિવસ વાળ ધોવા જોઈએ? જાણો તેના ફાયદા
How often should you wash your hair: નિયમિતપણે વાળની કેર (Hair Care) ન કરવામાં આવે તો તે મૂળમાંથી નબળા પડવા લાગે છે અને તૂટવા લાગે છે. વાળમાં તેલ ન લગાવવું, સ્કેલ્પની સફાઈ ન થવાથી ખોડો થવો એ બધું હેર ફોલનું કારણ બને છે. અમુક મહિલાઓ શિયાળામાં આળસના કારણે વાળ ધોવા (Hair Wash)માં આળસ કરે છે. ત્યારે આવા સમયે શું થશે જ્યારે તમે ઘણા દિવસો સુધી વાળ નહીં ધોવો. શું હેર વોશ રેગ્યુલર ન કરો તો વાળ ખરવા લાગશે? વાળમાં ખોડો થઈ શકે છે કે પછી સ્કેલ્પને નુકસાન થઈ શકે છે. ઘણી મહિલાઓ શિયાળામાં આળસ કે સમયના અભાવે અઠવાડિયા કે તેથી વધુ દિવસો સુધી વાળ ધોતી નથી. કેટલીક મહિલાઓને લાગે છે કે, વારંવાર વાળ ધોવાથી વાળનું નેચરલ ઓઇલ નીકળી જાય છે અને વાળ નબળા પડે છે. પરંતુ શું ખરેખર દિવસો સુધી વાળ ન ધોવાથી વાળ મજબૂત બને છે? ડર્મેટોલોજિસ્ટ્સના મતે આનાથી વિપરીત થાય છે – વાળ અને સ્કેલ્પને ગંભીર નુકસાન થઈ શકે છે. ચાલો જાણીએ શું કહે છે નિષ્ણાતો અને કેટલી વાર વાળ ધોવા જોઈએ.દિવસો સુધી વાળ ન ધોવાથી શું થાય છે?નિષ્ણાતના જણાવ્યાનુસાર, વાળ નિયમિત ન ધોવાથી સ્કેલ્પ પર સીબમ (નેચરલ ઓઇલ), ધૂળ, ગંદકી, ડેડ સ્કિન સેલ્સ અને પ્રદૂષણ જામી જાય છે. આનાથી હેર ફોલિકલ્સ બ્લોક થઈ જાય છે, જેથી બેક્ટેરિયા અને ફંગસનો વિકાસ થાય છે. ડેમોડેક્સ માઇટ્સ (સૂક્ષ્મ જીવાણુ) વધી જાય છે, જે લાલાશ, બળતરા અને વાળ ખરવાનું કારણ બને છે. વાળનો ગ્રોથ અટકે છે, વાળ પાતળા થાય છે અને ખંજવાળ, ખોડો, દુર્ગંધ તેમજ ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે. લાંબા સમય સુધી સ્કેલ્પની સફાઈ ન થાય તો ગંભીર ત્વચા સમસ્યાઓ થઈ શકે છે, જે માટે ડોક્ટરની સલાહ જરૂરી બને છે.અઠવાડિયામાં વાળ કેટલી વાર ધોવા જોઈએ?ઓઇલી સ્કેલ્પવાળા લોકોને દર બીજા-ત્રીજા દિવસે વાળ ધોવા જોઈએ.ડ્રાય સ્કેલ્પવાળા લોકો સપ્તાહમાં 1-2 વાર ધોવું પૂરતું છે.માઇલ્ડ શેમ્પૂ વાપરો, જેમાં હાર્શ કેમિકલ્સ ન હોય. વારંવાર હાર્શ શેમ્પૂ વાપરવાથી પણ વાળ ડ્રાય અને નબળા થઈ શકે છે.વાળ અને સ્કેલ્પની કેર માટે ટિપ્સનિયમિતપણે તેલ લગાવો અને વાળ ધોતા પહેલાં સ્કેલ્પનું મસાજ કરો.સ્કેલ્પને એક્સ્ફોલિએટ કરો, આનાથી ગંદકી અને ડેડ સ્કિન નીકળે છે અને હેર ફોલિકલ્સ સાફ રહે છે.વાળ ધોવાથી વાળનું નેચરલ ઓઇલ નીકળી જતું નથી, પરંતુ સ્કેલ્પને સ્વચ્છ અને સ્વસ્થ રાખે છે.દિવસો સુધી વાળ ન ધોવાથી વાળ મજબૂત નહીં પરંતુ નબળા પડે છે અને અનેક સમસ્યાઓ થઈ શકે છે. નિયમિત અને સાચી રીતે વાળની સંભાળ રાખવાથી જ વાળ સ્વસ્થ અને મજબૂત રહે છે.

Economist Admin
Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.