Morning Sunlight: સવારનો સૂર્યપ્રકાશ છે સૌથી પાવરફૂલ 'કુદરતી દવા'! રોજ માત્ર 30 મિનિટ કરો આ કામ, દૂર થશે ગંભીર બીમારીઓ

આજના ડિજિટલ યુગમાં આપણી જીવનશૈલી એવી બની ગઈ છે કે આપણે રાત્રે મોડા સુધી જાગીએ છીએ અને સવારે મોડા ઉઠીએ છીએ. એલાર્મ વાગતા જ આપણે સીધા ઓફિસ અથવા કામકાજમાં વ્યસ્ત થઈ જઈએ છીએ, જેમાં સવારનો તે પવિત્ર અને કુદરતી સૂર્યપ્રકાશ ક્યાંક ખોવાઈ ગયો છે. બાળપણમાં આપણે જે સૂર્યના કિરણોનો આનંદ લેતા હતા, તે હવે એસી રૂમ અને કોમ્પ્યુટર સ્ક્રીનની પાછળ ગાયબ થઈ ગયા છે. સ્વાસ્થ્ય નિષ્ણાતોના મતે, સવારનો સૂર્યપ્રકાશ શરીર અને મન માટે કોઈ મોંઘી દવા કરતા પણ વધુ પાવરફૂલ છે. તે માત્ર હાડકાં મજબૂત નથી કરતો, પરંતુ આપણી જૈવિક ઘડિયાળને (Biological Clock) સંતુલિત કરીને જીવનમાં નવી ઉર્જા ભરે છે. જો તમે દરરોજ માત્ર 15 થી 30 મિનિટ સવારના તડકામાં વિતાવો છો, તો તે તમારા સ્વાસ્થ્યમાં ચમત્કારિક પરિવર્તન લાવી શકે છે.સર્કેડિયન રિધમ અને હેપ્પી હોર્મોન્સગુરૂગ્રામની ઓર્ટેમિસ હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ ડો. પી વેંકટ કૃષ્ણના જણાવ્યા મુજબ, આપણું શરીર 'સર્કેડિયન રિધમ' નામની બાયોલોજીકલ ક્લોક પર કામ કરે છે. સવારનો સૂર્યપ્રકાશ જ્યારે આપણી આંખો દ્વારા મગજ સુધી પહોંચે છે, ત્યારે તે 'સેરોટોનિન' (Serotonin) નામનું હોર્મોન રિલીઝ કરે છે. આ હોર્મોન આપણને ખુશ રાખે છે, તણાવ અને એન્ઝાયટી ઘટાડે છે અને કામ કરવાની એકાગ્રતામાં વધારો કરે છે.ઊંઘની સમસ્યાનો રામબાણ ઈલાજઘણા લોકોને રાત્રે ઊંઘ ન આવવાની ફરિયાદ હોય છે. તેનું મુખ્ય કારણ દિવસે પૂરતો સૂર્યપ્રકાશ ન મળવો તે હોઈ શકે છે. દિવસે બનેલું સેરોટોનિન હોર્મોન રાત્રે 'મેલાટોનિન'માં રૂપાંતરિત થાય છે, જે ગાઢ અને આરામદાયક ઊંઘ માટે અનિવાર્ય છે. જે લોકો તડકો નથી લેતા, તેઓ અવારનવાર ચીડિયાપણું અને 'સિઝનલ અફેક્ટિવ ડિસઓર્ડર' જેવા ડિપ્રેશનનો શિકાર બની શકે છે.હૃદય અને હાડકાં માટે સુરક્ષા કવચસવારનો તડકો વિટામિન ડીનો સૌથી મોટો કુદરતી સ્ત્રોત છે. તે બ્લડપ્રેશરને કંટ્રોલ કરે છે અને હૃદયની ધમનીઓને ફ્લેક્સિબલ રાખે છે, જેનાથી બ્લડ ફ્લો સુધરે છે. આ ઉપરાંત, સૂર્યપ્રકાશ શરીરમાં કોર્ટિસોલ (સ્ટ્રેસ હોર્મોન) ઘટાડે છે. જો શરીરમાં કોર્ટિસોલનું પ્રમાણ લાંબા સમય સુધી ઊંચું રહે, તો હાર્ટ એટેક કે સ્ટ્રોકનો ખતરો વધી જાય છે.કયો સમય છે સૌથી શ્રેષ્ઠ?હેલ્થ એક્સપર્ટ્સના મતે, સવારે 7 થી 9 વાગ્યા વચ્ચેનો તડકો સૌથી વધુ ફાયદાકારક છે. આ સમયે સૂર્યના કિરણોમાં તીવ્રતા ઓછી હોય છે, જે ત્વચાને નુકસાન પહોંચાડ્યા વિના ઊંડી અસર કરે છે. દરરોજ 15 થી 30 મિનિટ ખુલ્લી જગ્યામાં બેસવું અથવા હળવી વોક કરવી એ કોઈપણ સાઈડ ઈફેક્ટ વિનાની દેશી દવા છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Economist Admin Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.