ગુજરાત સરકારનો મોટો નિર્ણય: દવાઓની યાદી (EDL)માં 150 ઉમેરી, હવે 1,479 દવાઓ મળશે મફત

રાજ્યની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને કોઈ પણ રૂપિયા ચુકવ્યા વિના મફત દવાઓ આપવામાં આવે છે. આ દવાઓને લઈને ગુજરાત સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. દર્દીઓને મફત આપવામાં આવી દવાઓ વર્ષ 2024-25 સુધી 1386 હતી, ત્યારે હવે આ યાદીમાં સરકારે 150 નવી દવાઓ ઉમેરી છે. ત્યારે 57 બિનજરૂરી દવાઓ રદ કરવામાં આવી છે. જેથી હવે આગામી વર્ષ માટે કુલ 1479 સર્જિકલ અને ડાયગ્નોસ્ટિક સહિતની દવાઓ મળશે. દવાઓની સંખ્યા 1,386 થી વધીને 1,479 થઈગુજરાત મેડિકલ સર્વિસીસ કોર્પોરેશન લિ. (GMSCL) દ્વારા કરવામાં આવેલી સમીક્ષા બાદ, આગામી વર્ષ માટે દવાઓની યાદીમાં 150 નવી દવાઓ ઉમેરવામાં આવી છે. આ સાથે જ જે દવાઓ હવે બિનજરૂરી જણાતી હતી તેવી 57 દવાઓને યાદીમાંથી દૂર કરવામાં આવી છે. હવે રાજ્યની સરકારી હોસ્પિટલોમાં કુલ 1,479 પ્રકારની દવાઓ, સર્જિકલ આઈટમ્સ અને ડાયગ્નોસ્ટિક કિટ્સ ઉપલબ્ધ બનશે.કયા રોગોની દવાઓમાં થયો વધારો?આરોગ્ય મંત્રીના જણાવ્યા અનુસાર, ગંભીર બીમારીઓ માટેની જીવનરક્ષક દવાઓના ગ્રુપમાં મોટો વધારો કરાયો છે. જેમાં મેડિકલ ડિવાઈસીસ 287 થી વધારીને 349 કરાયા, એન્ટી-ઈન્ફેક્ટિવ દવાઓ 202 થી વધારીને 216 કરાઈ, શ્વસનતંત્રની દવાઓ, 29 થી વધારીને 40 કરાઈ, આંખની દવાઓ 51 થી વધારીને 58 કરાઈ, હૃદયરોગની 116 અને કેન્સરની 56 દવાઓનો સમાવેશ થાય છે. ત્યારે ન્યૂરોલોજીકલ અને માનસિક રોગો માટેની કુલ 118 દવાઓ ઉપલબ્ધ રહેશે.ગામડાથી શહેર સુધી વિનામૂલ્યે સારવારરાજ્ય સરકાર આ તમામ 1,479 દવાઓ અને સર્જિકલ આઈટમ્સ ગ્રામીણ વિસ્તારના પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) થી લઈને મોટા શહેરોની મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલો સુધી તમામ સ્તરે દર્દીઓને વિનામૂલ્યે પૂરી પાડશે. આ યાદીમાં પ્રાથમિક કક્ષાની 378, સેકન્ડરી કક્ષાની 628 અને ટર્સરી કક્ષાની 1,475 દવાઓનો સમાવેશ થાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Economist Admin Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.