પાટણની શાળા આરોગ્ય તપાસણીએ બદલ્યું બાળકનું જીવન: RBSK એ 60 લાખની સારવાર સાથે આપ્યું નવજીવન
RBSK SCHEME: એક સામાન્ય શાળા આરોગ્ય તપાસણીએ પાટણ જિલ્લાના એક નાનકડા વિદ્યાર્થીના જીવનને સંપૂર્ણપણે બદલી નાખ્યું છે. રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ (RBSK) હેઠળ થયેલી રૂટિન તપાસણી દરમિયાન ડોક્ટરોએ બાળકની કિડનીમાં ગંભીર બીમારીના લક્ષણો ઝડપથી ઓળખ્યા અને તાત્કાલિક સારવારની દિશામાં પગલાં લીધાં.RBSK યોજના હેઠળ સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક કરવામાં આવી.આ પછી બાળકને અમદાવાદના પ્રતિષ્ઠિત ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ એન્ડ રિસર્ચ સેન્ટર (IKDRC) ખસેડવામાં આવ્યો. તપાસ બાદ ડોક્ટરોએ કિડની ટ્રાન્સપ્લાન્ટની જરૂરિયાત જણાવી. તા. 22 ઓગસ્ટ 2024ના રોજ દાતા પાસેથી મળેલી કિડનીનું સફળ ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યું. ખાનગી હોસ્પિટલમાં આ ઓપરેશનનો ખર્ચ લગભગ 50 લાખ રૂપિયા થતા, પરંતુ RBSK યોજના હેઠળ સંપૂર્ણ સારવાર નિઃશુલ્ક કરવામાં આવી.ટ્રાન્સપ્લાન્ટ પછી દર મહિને જરૂરી IVIG ઇન્જેક્શનનો ખર્ચ દોઢ લાખ રૂપિયા છે. આ ઇન્જેક્શન છ મહિના સુધી આપવાનું હોય, એટલે કુલ લગભગ 10 લાખ રૂપિયાનો વધારાનો ખર્ચ પણ રાજ્ય સરકારે ઉઠાવ્યો છે. આ ઉપરાંત RBSKની ટીમ નિયમિત ઘરે મુલાકાત લઈને બાળકની સ્થિતિનું મોનિટરિંગ કરે છે અને પરિવારને માર્ગદર્શન આપે છે.ગરીબ પરિવારો માટે આશાનું કિરણ બની છે.બાળકના પિતાએ કહ્યું, “આટલો બધો ખર્ચ અમે ક્યાંથી ઉઠાવત? કદાચ ઘર વેચવું પડે. પણ સરકારે અમારા દીકરાને સાચે જ નવું જીવન આપ્યું છે. આજે તે સ્વસ્થ છે અને ખુશ છે.” પાટણ જિલ્લાના આરોગ્ય અધિકારીએ જણાવ્યું કે, “RBSK યોજના ગંભીર બીમારીઓવાળા બાળકો માટે સંજીવની સાબિત થઈ છે. ટ્રાન્સપ્લાન્ટ હોય કે મોંઘી દવાઓ, સરકાર આર્થિક બોજ વગર સંપૂર્ણ સહાય આપે છે.” આ ઘટના રાજ્યની RBSK યોજનાની સફળતા અને સંવેદનશીલતાનું જીવંત પુરાવો છે. એક નાની તપાસણીએ એક પરિવારના જીવનમાં પ્રકાશ પાથર્યો છે અને અનેક ગરીબ પરિવારો માટે આશાનું કિરણ બની છે.

Economist Admin
Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.