સ્કિનકેરમાં 4-2-4 નિયમ શું છે?: જેનાથી ચહેરો કાચ જેવો ચમકવા લાગશે, જાણો સ્ટેપ-બાય-સ્ટેપ રીત અને ફાયદા

હેલ્ધી અને ગ્લોઇંગ સ્કિન મેળવવા માટે આપણે અનેક પ્રકારના ફેસવોશ અને ક્રિમનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ ઘણીવાર ધારીયુ પરિણામ મળતું નથી. તેનું મુખ્ય કારણ એ છે કે આપણી સ્કિન ઊંડે સુધી સાફ નથી થતી. આ સમસ્યાના ઉકેલ તરીકે '4-2-4 સ્કિનકેર મેથડ' અત્યારે દુનિયાભરમાં ધૂમ મચાવી રહી છે. આ પદ્ધતિ ખાસ કરીને એવા લોકો માટે આશીર્વાદરૂપ છે જેઓ ખીલ, ડાઘ-ધબ્બા અને બેજાન ત્વચાથી પરેશાન છે. આ નિયમ માત્ર ચહેરો સાફ નથી કરતો, પરંતુ ત્વચાને અંદરથી હાઇડ્રેટ કરી કુદરતી ચમક લાવવામાં મદદ કરે છે. જો તમે તમારી સ્કિનકેર રૂટિનમાં સુધારો કરવા માંગતા હોવ, તો આ 10 મિનિટનો જાદુઈ નુસખો ચોક્કસ જાણવા જેવો છે.શું છે 4-2-4 સ્કિનકેર મેથડ?આ એક ત્રણ સ્ટેપની પ્રક્રિયા છે, જેમાં કુલ 10 મિનિટનો સમય લાગે છે. આ પદ્ધતિમાં ઓઇલ ક્લીન્ઝિંગ, ફોમ ક્લીન્ઝિંગ અને પાણીથી ચહેરો ધોવાની ટેકનિકનો સમાવેશ થાય છે. આ મેથડ સ્કિનના પોર્સ (છિદ્રો) માં જામેલી ગંદકીને ખેંચીને બહાર કાઢે છે.સ્ટેપ-1: 4 મિનિટનું ઓઇલ ક્લીન્ઝિંગ (સૌથી મહત્વનું સ્ટેપ)સૌ પ્રથમ, તમારા ચહેરા પર સારા ઓઇલ બેઝ્ડ ક્લીન્ઝર અથવા ફેસ ઓઇલથી માલિશ કરો. આ પ્રક્રિયા પૂરી 4 મિનિટ સુધી કરવાની છે.ફાયદો: તેલમાં ઓગળી જાય તેવી અશુદ્ધિઓ જેવી કે સનસ્ક્રીન, મેકઅપ અને વધારાનું સીબમ (તેલ) આ સ્ટેપથી દૂર થાય છે.પરિણામ: 4 મિનિટની મસાજથી બ્લડ સર્ક્યુલેશન સુધરે છે અને ત્વચા નરમ બને છે. તે સ્કિનના નેચરલ ઓઇલને નુકસાન પહોંચાડ્યા વગર ગંદકી સાફ કરે છે.સ્ટેપ-2: 2 મિનિટનું ફોમ ક્લીન્ઝિંગ (ડબલ ક્લીન્ઝિંગ)ઓઇલ મસાજ પછી, તમારા ચહેરા પર વોટર-બેઝ્ડ અથવા ફોમ ક્લીન્ઝર લગાવો. હવે 2 મિનિટ સુધી હળવા હાથે ચહેરો સાફ કરો.ફાયદો: આ સ્ટેપ ઓઇલ ક્લીન્ઝિંગ પછી બાકી રહેલી ઝીણી ગંદકી અને તેલના અંશોને દૂર કરે છે.ધ્યાન રાખો: હંમેશા તમારી સ્કિનના પ્રકાર મુજબ સલ્ફેટ-મુક્ત સૌમ્ય ક્લીન્ઝરનો જ ઉપયોગ કરો.સ્ટેપ-3: 4 મિનિટ હૂંફાળા અને ઠંડા પાણીનો જાદુછેલ્લું સ્ટેપ ચહેરાને પાણીથી ધોવાનું છે, જે બે ભાગમાં વહેંચાયેલું છે:પહેલી 2 મિનિટ: ચહેરાને હૂંફાળા પાણીથી ધોવો. હૂંફાળું પાણી પોર્સને ખોલે છે અને અંદર રહેલા કણોને બહાર કાઢે છે.બીજી 2 મિનિટ: ચહેરા પર ઠંડા પાણીના છાંટા મારો. ઠંડુ પાણી ખુલેલા પોર્સને કડક (Tight) બનાવે છે અને ભેજને જાળવી રાખે છે.કેવી રીતે થાય છે ફાયદો?આ નિયમનું નિયમિત પાલન કરવાથી સ્કિન ટેક્સચર સુધરે છે. તે લાંબા ગાળાની સ્કિન હેલ્થ પર ધ્યાન આપે છે. વારાફરતી ગરમ અને ઠંડા પાણીનો ઉપયોગ રક્ત પરિભ્રમણને વેગ આપે છે, જેનાથી ચહેરા પર ગુલાબી નિખાર આવે છે અને થાક દૂર થાય છે.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Economist Admin Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.