આંખો નીચેના કાળા કુંડાળાથી છો પરેશાન?: મોંઘી ક્રીમ છોડો અને અજમાવો બટાકાનો આ રામબાણ નુસખો, દિવસોમાં દેખાશે અસર!
Dark Circles Remedy: આજની ભાગદોડભરી જિંદગી, મોડી રાત સુધી જાગવાની આદત અને સતત વધતા સ્ક્રીન ટાઈમ (મોબાઈલ અને લેપટોપનો વપરાશ) ને કારણે આંખો નીચે ડાર્ક સર્કલ (Dark Circles) થવા એ એક સામાન્ય સમસ્યા બની ગઈ છે. ચહેરાની સુંદરતામાં આ કાળા કુંડાળા ગ્રહણ સમાન લાગે છે. લોકો આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે બજારમાં મળતી મોંઘીદાટ આઈ-ક્રીમ અને બ્યુટી ટ્રીટમેન્ટ પાછળ હજારો રૂપિયા ખર્ચે છે, છતાં ઘણીવાર ધાર્યું પરિણામ મળતું નથી. જોકે, નિષ્ણાતોના મતે તમારા રસોડામાં રહેલા બટાકા આ સમસ્યાનો સૌથી સુરક્ષિત અને કુદરતી ઉકેલ સાબિત થઈ શકે છે.સ્કિન એક્સપર્ટ ડૉ. પ્રશાંત કુમાર શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, બટાકામાં કુદરતી બ્લીચિંગ એજન્ટ્સ હોય છે જે ત્વચાના રંગને હળવો કરવામાં મદદ કરે છે. બટાકામાં રહેલું ખાસ તત્વ 'કેટેચિન' (Catechin) આંખો નીચેના પિગમેન્ટેશનને ઘટાડવામાં અત્યંત અસરકારક છે. જો તમે પણ કેમિકલયુક્ત પ્રોડક્ટ્સથી કંટાળી ગયા હોવ, તો બટાકાનો આ દેશી નુસખો તમારા ચહેરા પર ફરીથી કુદરતી ચમક લાવી શકે છે.કેવી રીતે કરશો બટાકાના રસનો ઉપયોગ?ડૉ. પ્રશાંત કુમારે આ સમસ્યા માટે એક ખૂબ જ સરળ પદ્ધતિ સૂચવી છે:સૌ પ્રથમ એક મધ્યમ કદનું કાચું બટાકું લો, તેને બરાબર ધોઈને તેની છાલ ઉતારી લો.હવે આ બટાકાને છીણી લો અને કપડા કે ગરણીની મદદથી તેનો તાજો રસ કાઢી લો.એક રૂ (Cotton ball) ને આ રસમાં ડુબાડીને આંખોની નીચે જ્યાં ડાર્ક સર્કલ છે ત્યાં હળવા હાથે લગાવો.આ રસને 15 થી 20 મિનિટ સુધી ત્વચા પર રહેવા દો જેથી ત્વચા તેને શોષી લે.ત્યારબાદ ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે અઠવાડિયામાં ૩ થી ૪ વાર આ પ્રયોગ કરવો હિતાવહ છે.શા માટે બટાકા છે ડાર્ક સર્કલનો દુશ્મન?બટાકા માત્ર શાકભાજી નથી, પણ ત્વચા માટે વરદાન છે. તેમાં વિટામિન-C અને શક્તિશાળી એન્ટી-ઓક્સિડન્ટ્સ ભરપૂર માત્રામાં હોય છે જે ત્વચાને અંદરથી પોષણ આપે છે. બટાકાનો રસ ઠંડક પ્રદાન કરે છે, જેનાથી આંખોની આસપાસનો સોજો (Puffiness) અને થાક ઓછો થાય છે. આ કુદરતી પ્રક્રિયા હોવાથી તેની કોઈ આડઅસર (Side effects) થતી નથી અને ત્વચા કુદરતી રીતે સાફ થાય છે.માત્ર નુસખા નહીં, જીવનશૈલીમાં ફેરફાર પણ જરૂરીજો તમે ઈચ્છતા હોવ કે ડાર્ક સર્કલ ફરી ક્યારેય ન થાય, તો આ બાબતોનું ખાસ ધ્યાન રાખો:પૂરતી ઊંઘ: ડાર્ક સર્કલનું મુખ્ય કારણ અપૂરતી ઊંઘ છે. દરરોજ ઓછામાં ઓછી 7 થી 8 કલાકની ગાઢ ઊંઘ લેવી જરૂરી છે.હાઇડ્રેશન: દિવસ દરમિયાન પુષ્કળ પાણી પીવો જેથી ત્વચા હાઇડ્રેટેડ રહે.તડકાથી બચાવ: જ્યારે પણ બહાર નીકળો ત્યારે સનસ્ક્રીન લગાવો અથવા સનગ્લાસનો ઉપયોગ કરો, કારણ કે સૂર્યના અલ્ટ્રાવાયોલેટ કિરણો ડાર્ક સર્કલ વધારી શકે છે.આહાર: વિટામિન-E અને લોહતત્વ (Iron) થી ભરપૂર તાજા ફળો અને લીલા શાકભાજીનું સેવન કરો.

Economist Admin
Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.