Benefits of Garlic: ઠંડીમાં દવા જેવું કામ કરે છે રસોડામાં રહેલી આ સફેદ વસ્તુ, આમ સેવન કરવાથી સ્વાસ્થ્યને થશે ગજબના ફાયદા

Benefits of Garlic: ઠંડીની ઋતુમાં શરદી-ખાંસી, સાંધાના દુખાવા અને ઇમ્યુનિટીની કમજોરી જેવી સમસ્યાઓ સામાન્ય બની જાય છે. ઘણા લોકો આમાંથી બચવા માટે દવાઓનો સહારો લે છે, પરંતુ આયુર્વેદિક નિષ્ણાતોના મતે ઠંડીમાં લસણનું યોગ્ય સેવન કરવાથી અદ્ભુત લાભ મળી શકે છે. લસણ શરીરને અંદરથી મજબૂત બનાવે છે અને અનેક સ્વાસ્થ્ય સમસ્યાઓને દૂર કરે છે. તેમાં એલિસિન જેવા શક્તિશાળી કમ્પાઉન્ડ્સ હોય છે, જે ઇમ્યુનિટી વધારવાથી લઈને હૃદયના સ્વાસ્થ્ય સુધી ગુણકારી છે. જોકે, ખોટી રીતે સેવન કરવાથી નુકસાન પણ થઈ શકે છે. તો આવો જાણીએ, ઠંડીમાં લસણ કેવી રીતે ખાવું જોઈએ.ઇમ્યુનિટી બુસ્ટ કરવા માટે લસણનું સેવનસવારે ખાલી પેટે 1થી 2 કળી લસણ ખાવાથી ઇમ્યુનિટી સિસ્ટમ મજબૂત થાય છે. તમે તેને દૂધમાં ઉકાળીને પણ પી શકો છો. આ રીતે સેવન કરવાથી ઠંડીમાં વારંવાર થતી શરદી-ખાંસીથી બચાવ મળે છે. ખાસ કરીને જો તમને વધુ ખાંસી કે સર્દી થાય તો આ ઉપાય અજમાવી જુઓ.હાર્ટ અને બ્લડ પ્રેશરને કંટ્રોલમાં રાખેલસણ રક્ત પ્રવાહને સુધારે છે, ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડે છે અને ધમનીઓમાં ચરબી જમા થવાથી રોકે છે. દરરોજ 2 કળી લસણ ખાવાથી હૃદયરોગનું જોખમ ઘટી શકે છે. ઠંડીમાં હાર્ટની સમસ્યાઓ વધે તેવી શક્યતા હોય છે, તેથી આ ઉપાય ખૂબ ફાયદાકારક છે.પાચન તંત્રને મજબૂત બનાવેલસણમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે, જે આંતરડાને સ્વસ્થ રાખે છે. રાત્રે હુંફાળા પાણીમાં એક કળી લસણ મૂકીને પીવાથી અને કળી ખાવાથી કબજિયાત અને પેટ ફૂલવાની સમસ્યા દૂર થાય છે. જમ્યા પછી પેટ ભારે લાગે તો આ રીત અપનાવો.વજન ઘટાડવામાં મદદરૂપલસણ મેટાબોલિઝમ વધારે છે અને ચરબી બાળવામાં મદદ કરે છે. વજન ઉતારવા માંગો છો તો, સવારે ખાલી પેટે હુંફાળા પાણીમાં લીંબુનો રસ મિક્સ કરીને પીઓ અને તરત જ 2 કળી લસણ ખાઓ. આ રીતે નિયમિત સેવનથી વજન ઝડપથી ઘટશે.નોંધ: કોઈપણ ઉપાય અપનાવતા પહેલા ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે, ખાસ કરીને જો તમને કોઈ એલર્જી કે સ્વાસ્થ્ય સમસ્યા હોય.(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow

Economist Admin Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.