Walking vs Stair Climbing: ઝડપથી વજન ઘટાડવા માટે વોકિંગ સારું કે સીડી ચઢવી? જાણો કયું વધુ અસરકારક, સડસડાટ ઓગળશે ચરબી!
Walking vs Stair Climbing For Fat loss: ફિટનેસ અને વજન ઘટાડવાની વાત આવે ત્યારે મોટાભાગના લોકો સૌથી પહેલા કાર્ડિયો એક્સરસાઇઝ વિશે વિચારે છે. પરંતુ તેમાં પણ એક મોટો પ્રશ્ન ઊભો થાય છે – ચાલવું (વોકિંગ) કે સીડી ચઢવી? બંને જ ઉત્તમ કાર્ડિયો વિકલ્પો છે, પરંતુ કયું વધુ કેલરી બર્ન કરે છે અને ઝડપથી ચરબી ઘટાડે છે? ‘The Economic Times’ના રિપોર્ટ અને ફિટનેસ કોચના મતે આ બંનેની તુલના કરીએ.સીડી ચઢવી – ઝડપથી વધુ કેલરી બર્ન કરે છે.સીડી ચઢવી એ ખૂબ તીવ્ર અને શક્તિશાળી એક્સરસાઇઝ છે. તેમાં શરીરને ગુરુત્વાકર્ષણ સામે કામ કરવું પડે છે, જેથી હૃદયના ધબકારા ઝડપથી વધે છે અને વધુ ઊર્જા ખર્ચાય છે. ફિટનેસ કોચ બોબી કહે છે કે, 30 મિનિટ સીડી ચઢવાથી 250 થી 300 કેલરી સુધી બર્ન થઈ શકે છે. આ સાથે ગ્લૂટ્સ, ક્વાડ્સ, કાફ અને કોરની મસલ્સ પણ મજબૂત થાય છે. એટલે જ સીડી ચઢવી એ કાર્ડિયો અને સ્ટ્રેન્થ ટ્રેનિંગનું શ્રેષ્ઠ કોમ્બિનેશન માનવામાં આવે છે.વોકિંગ – લાંબા સમય સુધી ચાલુ રાખી શકાય છેબીજી તરફ, ચાલવું એ ઓછા તીવ્રતાવાળી અને સાંધા માટે સૌથી સલામત એક્સરસાઇઝ છે. 30 મિનિટની ઝડપી વોકિંગથી 150 થી 200 કેલરી બર્ન થાય છે. તેનો સૌથી મોટો ફાયદો એ છે કે તમે તેને લાંબા સમય સુધી વગર થાક્યા કરી શકો છો. ઘૂંટણ અને સાંધા પર ઓછું દબાણ આવે છે, જેથી દરેક ઉંમરના લોકો માટે આદર્શ છે. નિયમિત વોકિંગથી માનસિક તણાવ પણ ઘટે છે.કયું વધુ ફાયદાકારક?કેલરી બર્ન – સીડી ચઢવી જીતે છે (વધુ તીવ્રતા = વધુ કેલરી)લાંબા સમયની ટકાઉપણું – વોકિંગ જીતે છે (સરળ અને રોજિંદા રૂટિનમાં સરળતાથી ફીટ થાય છે)મસલ્સ ટોનિંગ – સીડી ચઢવી વધુ અસરકારકસાંધા માટે સુરક્ષિત – વોકિંગ વધુ સારુંકયું પસંદ કરવું?જો તમે ઝડપથી ચરબી ઘટાડવા માંગો છો અને શારીરિક રીતે તંદુરસ્ત છો તો સીડી ચઢવી શ્રેષ્ઠ છે. પરંતુ જો તમારી પાસે સમય વધુ છે અને લાંબા સમય સુધી નિયમિત કસરત કરવી છે તો વોકિંગ ખૂબ સારું છે. શ્રેષ્ઠ પરિણામ માટે બંનેને મિક્સ કરો – સપ્તાહમાં 4 દિવસ વોકિંગ અને 2-3 દિવસ સીડી ચઢવાની પ્રેક્ટિસ કરો. આ લોકોએ સીડી ચઢવાનું ટાળવું70 વર્ષથી વધુ ઉંમરના વ્યક્તિઓઘૂંટણ કે સાંધામાં દુખાવો હોય તેવા લોકોગર્ભવતી મહિલાઓ (ખાસ કરીને છેલ્લા ત્રિમાસમાં)તાજેતરમાં હૃદયની સારવાર કે એન્જિયોપ્લાસ્ટી કરાવી હોયપગની ઈજામાંથી રિકવરી થઈ રહી હોયબંને કસરતોના ફાયદા છે, પરંતુ તમારી શારીરિક સ્થિતિ અને ધ્યેય મુજબ પસંદગી કરો અને નિયમિત રહો – ચરબી ઝડપથી ઓગળશે!(Disclaimer: અહીં આપવામાં આવેલી માહિતી સામાન્ય જાણકારી આધારિત છે. કોઇ પણ ઉપાય અજમાવતા પહેલાં એક્સપર્ટની સલાહ લેવી આવશ્યક છે. ન્યૂઝ18 ગુજરાતી આની કોઇ પુષ્ટિ કરતુ નથી.)

Economist Admin
Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.