Situational Depression: 'BREAKUP' પછી દિલ અને દિમાગ થઈ ગયું છે બંધ? તો કરો આ કામ, નહીંતર ગંભીર બીમારીનો બની જશો શિકાર
What is Situational Depression: આજકાલના GEN-G યુવા અને યુવતીઓમાં LOVE અને BREAKUP એક સામાન્ય વાત બની ગઈ છે. જેમાં ઘણા ખરા સંબંધોમાં બ્રેકઅપ પછી યુવક કે યુવતી કોઈને એકબીજા માટે જરાય લાગણી રહેતી નથી. જ્યારે બીજી તરફ કોઈ સંબંધ તૂટે ત્યારે ઘણા લોકોને એટલું દુ:ખ પહોંચે કે સામાન્ય જીવન જીવવું પણ તેને મુશ્કેલ લાગે છે. આ સ્થિતિને “સિચ્યુએશનલ ડિપ્રેશન” કે “રિએક્ટિવ ડિપ્રેશન” કહેવામાં આવે છે. નિષ્ણાતોના મતે, આ એક અસ્થાયી પણ ગંભીર માનસિક સ્થિતિ હોય છે, જે કોઈ મોટી જીવન ઘટના (જેમ કે બ્રેકઅપ, છૂટાછેડા, પ્રિય વ્યક્તિનું મૃત્યુ, નોકરી જવી વગેરે) પછી આવે છે.સિચ્યુએશનલ ડિપ્રેશન એટલે શું?જ્યારે કોઈ વ્યક્તિ જીવનના મોટા ઝટકાનો સામનો કરે છે અને તેનાથી બહાર નીકળી શકતો નથી, ત્યારે તેનો મગજ અને શરીર બંને ડિપ્રેશનની સ્થિતિમાં જતા રહે છે. આ ક્લિનિકલ ડિપ્રેશનથી થોડું અલગ હોય છે. કારણ કે,તેનું સીધું કારણ કોઈ ચોક્કસ ઘટના હોય છે અને સામાન્ય રીતે સમય જતાં કે સારવારથી સંપૂર્ણ ઠીક થઈ જાય છે.બ્રેકઅપ પછી મગજમાં શું થાય છે?દુઃખ, ગુસ્સો, અપરાધભાવ અને ડરનું મિશ્રણ એકસાથે થાય છે ડોપામીન અને ઓક્સિટોસિન જેવા “ખુશીના હોર્મોન્સ” અચાનક ઘટી જાય છે ઊંઘ ન આવવી, ભૂખ ન લાગવી, હૃદયના ધબકારા વધવા જેવા શારીરિક લક્ષણો દેખાય છે વ્યક્તિને લાગે છે કે “હવે જીવવાનું કોઈ કારણ જ નથી”સિચ્યુએશનલ ડિપ્રેશનના મુખ્ય લક્ષણોસૌથી પહેલાં માનસિક અને ભાવનાત્મક સ્તરે વ્યક્તિને ઊંડી ઉદાસી, નિરાશા અને હતાશાનો અહેસાસ થતો રહે છે. નાની-નાની વાતે ગુસ્સો આવે, ચીડિયાપણું વધે અને અચાનક જ રડવું આવી જાય. કેટલાકમાં આ લક્ષણો એટલા તીવ્ર બની જાય છે કે વ્યક્તિને જીવવાની ઇચ્છા ખતમ થઈ જાય અને મૃત્યુના વિચારો પણ આવવા લાગે – આ સૌથી ગંભીર અને ખતરાનો સંકેત છે.બીજું, શરીર પર પણ ગંભીર અસર પડે છે. રાત્રે ઊંઘ ન આવે કે પછી દિવસ-રાત સૂતા ર જ રહે. ભૂખ એકદમ બંધ થઈ જાય કે ઉલટું અતિશય ખાવાનું થઈ જાય. સતત થાક લાગે, શરીર ભારે લાગે, સિરદર્દ, પેટમાં દુખાવો, છાતીમાં દબાણ કે ભારેપણું રહે – આ બધું માનસિક તણાવનું શારીરિક સ્વરૂપ છે.ત્રીજું, વર્તનમાં મોટો ફેરફાર આવે છે. વ્યક્તિ પોતાના સૌથી નજીકના મિત્રો-પરિવારથી પણ દૂર થઈ જાય છે, એકલતા પસંદ કરે. દારૂ, સિગારેટ કે અન્ય વ્યસનોનું પ્રમાણ અચાનક વધી જાય. કામમાં ધ્યાન ન લાગે, બધું જ બેદરકારીથી થાય અને જવાબદારીઓ નિભાવવાની ઇચ્છા ખતમ થઈ જાય.આ ત્રણેય પ્રકારના લક્ષણો જો એકસાથે અને સતત બે અઠવાડિયાથી વધુ સમય રહે તો તેને હલકે ન લો – તરત જ મનોચિકિત્સક કે કાઉન્સેલરની મદદ લેવી જરૂરી છે.સારવાર અને ઘરેલું ઉપાયનિષ્ણાતોની સલાહ મુજબ, સૌથી પહેલાં કોઈ સારા મનોચિકિત્સક કે કાઉન્સેલરને મળો જરૂર પડે તો થોડા સમય માટે એન્ટી-ડિપ્રેસન્ટ દવાઓ લેવી પડી શકે છે કોગ્નિટિવ બિહેવિયરલ થેરપી (CBT) ખૂબ અસરકારક સાબિત થાય છેઘરે શું કરી શકાય? નિયમિત વ્યાયામ, યોગ અને મેડિટેશન રાત્રે ૧૦-૧૧ વાગ્યા સુધી સૂઈ જવું અને સવારે ૬-૭ વાગ્યે ઊઠવું પૌષ્ટિક આહાર – ફળો, લીલા શાકભાજી, બદામ, દહીં, ઓમેગા-૩ વાળી વસ્તુઓ પોતાના શોખ પૂરા કરો – ગાર્ડનિંગ, પેઇન્ટિંગ, નૃત્ય, ગાવું કે ફરવા જવું કોઈ વિશ્વાસુ વ્યક્તિ સાથે દિલની વાત કરો – બોજો હલ્કો થશેઆમ,બ્રેકઅપ કે કોઈ મોટું નુકસાન થાય ત્યારે દુઃખ થવું સ્વાભાવિક છે, પણ જો એ દુઃખ તમને મહિનાઓ સુધી ખાઈ જાય, રોજનું જીવન અટકી જાય તો તેને અવગણશો નહીં. મદદ માંગવી એ કમજોરી નથી, આ સૌથી મોટી હિંમત છે.જો તમે કે તમારી આસપાસના કોઈ વ્યક્તિને આવા લક્ષણો દેખાય તો તુરંત મનોચિકિત્સકનો સંપર્ક કરો. યાદ રાખો – આ તબક્કો પણ પસાર થઈ જશે અને ફરી એક દિવસ સૂરજ ચમકશે.

Economist Admin
Admin managing news updates, RSS feed curation, and PR content publishing. Focused on timely, accurate, and impactful information delivery.